Sunday, June 7, 2009

પરફ્યુમ ની બોટલ...


ભાભી તમને યાદ છે એ દિવસ ,જ્યારે મારા હાથ માં થી તમારી નવી આવેલી પરફ્યુમ ની બોટલ પડી ગઈ હતી ..તમે સાગર બાબા ને મારી પાસે મુકી ને શાક લેવા ગયા હતા..અને તમારી એ ઉમર વળી કઈ વધારે હતી ..તમે એ તે ફકત ૨૧ વર્ષ નાં જ તો હતા.અને હુ ૧૯ ની. તમારો જન્મ દિવસ ની ભેટ, ભાઈ લઈ આવ્યા હતા...૨૦૦૦ ની એ બોટલ હતી ..તમે કેટલી વાર મને કહ્યુ ,જો તારા ભાઈ મારી માટે લાવ્યાતમે એ દિવસે શાક લેવા ગયા હતા અને કહીને ગયા હતા કે, મને આવતા મોડુ થાશે..સાગર રમીને થાક્યો અને સુઈ ગયો...હવે હુ નવરી પડી ..હવે શુ કરુ?નવરું માણસ નખ્ખોદ વાળે ..એ કહેવત કદાચ ખોટી નથી..અને મે પણ એ જ કર્યું...નજર ગઈ તમારી પરફ્યુમ ની બોટલ પર.. આને બાળ માનસ કહો કે કંઇક નવુ જોવાની લાલચ કહો પણ હુ મારી એ ઈચ્છા ને રોકી ન શકી ..મને થયુ કે જરા એની સુગંધ લઈ જોવ...અને એનું ઢાંકણું ખોલ્યું અને સાગર બાબા ઉઠી ગયો...અને ત્યાં બેલ વાગી ...બધુ એટલુ ભેગું થયુ કે હુ ગભરાઇ ગઈ ...અને જલ્દી જલ્દી એ બોટલ અંદર મૂકવા જતી હતી ત્યાં એ હાથ માં થી છટકી ગઈ ....અને કાચ ની બોટલ હોવાથી એનો ભુક્કો બોલાઈ ગયો...દરવાજો ખોલીને જોયુ તો કુરીયર વાળો હતો...મે ધ્રૂજતા ધ્રૂજતા કુરીયર લીધુ...એ માણસ એ મને કહ્યુ "ક્યા બાત હૈ બહોત સુંગધ આ રહા હૈ.."મને એટલો ગુસ્સો આવ્યો હતો એના પર..જ્યારે કે એણે એવુ કાંઇ નહોતુ કહ્યુ જે વાત પર ગુસ્સો કરીયે...માંડ માંડ સાગર ને સાચવ્યો..જો સાગર ન હોત અને ખાલી ઘર સંભાળવાનુ હોત તો હુ ભાગી ગઈ હોત..ત્યાં તમે આવ્યા..અને આવીને જોયુ કે ત્યાં પરફ્યુમ ની બોટલ ટુટેલી પડી હતી..તમારાં ચહેરા પર કેટલાં ભાવ આવ્યા અને ગયાં..હુ માથું નીચું કરી ને ઊભી હતી...અને તમે મારી નજીક આવ્યા અને કહ્યુ" સવીતા તને લાગ્યું તો નથી ને..."અને હુ તમને ભેંટી પડી ..અને ખુબ રડી ...મે માફી પણ માંગી..પણ તમે કહ્યુ હવે રડ નહી પાગલ, બોટલ તો બીજી આવી જાય ..તારું હ્રદય ટુટે તો એને સાંધવા માટે નો દોરો અને સોઈ આ દુનિયામાં ક્યાંય ન મલે..અને આજે એ વાત ને લગભગ ૪૦ વર્ષ થયાં સાગર બાબા નાં બાળકો ને હવે હુ સંભાળુ છું ...પણ તમે જે મારુ હ્રદય એ દિવસે જીત્યું એનાથી આપણે કદી અલગ ન થઈ શક્યા..કેટલાં એ જણા એ મને લાલચ આપી વધારે પગાર આપવાની..પણ તમને કેવી રીતે છોડી શકુ હુ આ તો હ્રદય નો સંબધ તમે બાંધી લીધો હતો..

નીતા કોટેચા

2 comments:

  1. Hello aunty i don't know you but i know you can guide me about how to interact with women....actually i got engaged. i have angry nature i can't tolerate if there anything going wrong if there any thing like that i suddenly got angry.......in short i want a guidance how to interact with my beloven future wife ......

    ReplyDelete