Sunday, June 7, 2009

e -otlo

મને આજે ઠીક નથી લાગતું...નીતા એ કહ્યુ..કેમ શુ થાય છે? સાસુજી એ પૂછ્યું...ખબર નહી ગભરામણ થાય છે..બેચેની લાગે છે..નીતા એ કહ્યુ..જા dr. પાસે જઈ આવ...સાસુ જી એ કહ્યુ..ના આજે નહી, જોવ છુ કાલ સુધી ઠીક નહી લાગે તો જઇ આવીશ...નીતા એ કહ્યુ...અને એ થોડી વાર બ્લોગ્સ લખવા માટે કોમપ્યુટર પર બેઠી..એને એમ થયુ કે જરા જોઈ લઈ કોના mail આવ્યા હોય તો ..અને જેવી onliine થઈ કે વાત કરવા વાળાઓ ની લાઈન લાગી..અને ચાલુ થૈ વાતો...એટલી વાતો કે ૨ કલાક ક્યાં નીકળી ગયા ખબર જ ન પડી..જ્યારે કોમપ્યુટર બંધ કર્યું ત્યારે નીતા ને ખબર જ ન હતી કે થોડી વાર પહેલાં એને ઠીક નહોતુ લાગતુ...વરજી ઘરે આવ્યા...બધાને પુછ્યુ બધા મજામાં ને?સાસુજી બોલ્યાં આમ તો મજામાં પણ નીતા ને સવાર ના ઠીક નહોતુ લાગતુ...પણ પછી સારું છે બધા સાથે પંચાત કરી લીધી એટલે...વરજી એ હસીને જવાબ આપ્યો...બા ઘરમાં શાંતિ જોઈયે છે ને...કરવા દ્યો એને પંચાત...બધી સ્ત્રીઓ માટે આ ખુબ જરૂરી છે ..એનાથી જ એની તબિયત સારી રહેશે...અને નીતા મલકાણી અને બોલી હે પ્રભુ તે મને કેટલો સારો વર આપ્યો છે કે જે મને સમજે છેં...અને એક સહેલી ની વાત યાદ આવી કે નીતા પહેલા લોકો પંચાત કરવા ઓટલે બેસતા અને હવે આ e -otlo છે જેના વગર ન જીવી શકાય...

નીતા કોટેચા


હાસ્ય કથા મા પોતાનુ જ નામ લખાય એવુ મારુ માનવુ છે....તો કોઇ એમ ન સમજતા કે પોતાની અંગત વાત કેમ બ્લોગ માં મુકી..આ એક હાસ્ય કથા છે અને plss મે પહેલી વાર હિંમત કરી છે તો સાથ આપજો ...

No comments:

Post a Comment