Sunday, June 7, 2009

નવી દિશા

"દીકરીઓ કયારે મોટી થઇ જાય છે ઇ ખબર નથી પડતી. જાણૅ કાલે જન્મી હતી આપણી મીતા।. અને જો તો આજે માંગા પણ આવવા લાગ્યા."પ્રભુ દાસ ભાઇ એ પત્ની વનિતા ને કહ્ય. વનિતા એ જવાબ આપ્યો કે " બધાની દીકરીઓ મોટી થાય છે અને બધાની દીકરી ઓ સાસરે જાય છે. હવે તમે જલ્દી થી બજાર માં જાવ અને તમારા મિત્ર ની સાથે વાત કરીને નક્કી કરજો કે એમના દીકરા નુ અને મીતા નુ જોવાનુ ક્યારે ગોઠવવુ છે." જ્યારે પણ દીકરી વળાવવા ની હોય ત્યારે ઍક પિતા ઢીલો પડી જાતો હોય છે અને માતા મજબુત થઇ જાતી હોય છે.પ્રભુદાસ ભાઇ ની મીતા અને એમની બજાર માં સાથે કામ કરતા એમના જ મિત્ર શીવરામ ભાઇ નાં દીકરા મંયક સાથે વાત ચાલી હતી.શીવરામ ભાઇ ની ઇછ્છા હતી કે એમની દોસ્તી સંબધ મા ફેરવાય.પ્રભુસદાસ ભાઇ બજાર માં પહોચ્યા અને શીવરામ ભાઇ એ સામે થી જ કહ્યુ કે આપણૅ શનીવાર નુ જોવાનુ ગોઠવીયે.ઘરે જઇ ને પ્રભુદાસ ભાઇ એ બધી વાત કરી. અને બધા નાં મગજ પોતપોતા ની રીતે વીચારો કરવા લાગ્યા. પ્રભુદાસ ભાઇ વીચારતા હતા કે શુ રોજ મળવા વાળા મિત્ર વેવાઇ બનશે? શુ મારી દીકરી એમને ત્યા સુખી થાશે? વનિતા બેન તો વિચારવા લાગ્યા કે કઇ ખરીદી ક્યાં થી કરશુ? અને મીતા વીચારતી હતી કે માન્યુ MBA છે પણ સ્વભાવ કેવો હશે?આજે શનીવાર આવી જ ગયો. બધા ની ધડકન તેજ હતી કે શુ થાશે?ત્યા જ શીવરામ ભાઇ નો ફોન આવ્યો કે "પ્રભુદાસ એક વાત કહેવી હતી. અને પ્રભુસદાસ ભાઇ ને એમ થયુ કે એ શ્વાસ ચુકી જાશે. કદાચ બધી દીકરી ઑ નાં માતા પિતા ની આવી જ હાલત હોતી હશે. ત્યા શીવરામ ભાઇ બોલ્યા કે મારા દીકરા ની ઇછ્છા છે કે એ મીતા ને એકલા માં મલવા માંગે છે.પ્રભુદાસ જમાનો બદલાણૉ છે તો આપણે પણ ઍની સાથે જ ચાલવુ પડશે." પ્રભુદાસ ભાઇ એ ઘર માં પુછી ને બધા ની સંમતી થી હા પાડી અને સાંજ નુ શહેર ની સારા માં સારી હોટૅલ માં મલવાનુ નક્કી થયુ.મયંક સમય નો બહુ ચુસ્ત હતો. એ મીતા ની પહેલા જ ત્યા પહોંચી ગયો હતો . બન્ને જણ હોટૅલ માં ગયા પાંચ દસ મિનિટ તો કોઇ કાઇ બોલ્યુ નહી . આખરે મંયકે વાત ચાલુ કરી કે " મીતા આપણા બન્ને નાં પપ્પા સારા મિત્રો છે . કદાચ જો આપણૂ નક્કી નહી થાય તો એમને બહુ દુઃખ થાશે . પણ વધારે વાત કરીયે એની પહેલા હુ તને જણાવી દઉ કે મારી એક શર્ત છે. જો તને મંજુર હોય તો જ આપણા લગ્ન થઇ શકશે." મીતા ચુપચાપ સાંભળતી હતી. મંયક આગળ બોલ્યો " મીતા હુ થોડો બધા થી અલગ છુ. મે એવુ નક્કી કર્યુ છે કે હુ લગ્ન પછી બાળક નહી કરુ." મીતા ને એમ થયુ કે જાણે એના પગ નીચ્ચે થી જમીન સરકી ગઇ.ત્યા મંયક બોલ્યો " એવુ નથી હુ બાળક કરવા અસર્મથ છુ. પણ દુનિયામાં બહુ બધુ છે કરવા માટૅ તો આપણૅ એ કરશુ.જો તને મંજુર હોય તો મને કહેજે નહી તો બધા ને કહી દેજે કે મને મંયક પંસદ ન પડ્યો." ત્યારે તો હસી બોલી ને બન્ને જણા છુટ્ટા પડ્યા.મીતા જેવી ઘરે આવી માતા પિતા કાગ ડોળૅ રાહ જોઇ ને બેઠા હતા.તરત મમ્મી એ પુછ્યુ" શુ થયુ મીતા? તને મંયક ગમ્યો ક નહી? મીતા એ જવાબ આપ્યો "એક દિવસ વીચારવા માટૅ આપો કાલે કહુ છુ." પાછળ થી પપ્પા નો ગુસ્સે થાવા નો અવાજ આવ્યો પણ એ કેમ સમજાવે કે એની અંદર કેવુ તોફાન ચાલી રહ્યુ હતુ.સવાર પડી અને વનિતા બેન મીતા ની પાસે આવી ગયા અને પુછ્યુ "કે શુ વીચાર કર્યો. તારા પપ્પા ને કામ પર જાવાનુ છે અને ત્યા જાશે એટલે એમણૅ ત્યા જવાબ આપવો પડશે." મીતા એ કહ્યુ "હુ મંયક ને હજી એક્વાર મલવા માંગુ છુ . અને આ સાંભળી ને તો વનિતા બેન ખુબ જ ગુસ્સે થઇ ગયા કે "શુ નાટક માંડયુ છે આ બધુ" પણ મીતા ચુપ જ રહી.પપ્પા બજાર માં ગયા અને હજી તો એઓ પહોચ્યા હશે અને વાત કરી હશે ત્યા તો ફોન આવી ગયો કે"મીતા ને કહેજે કે મંયકે આજે સાંજે છ વાગે જુહુ પાસે બોલાવી છે."સાંજ પડી મીતા જુહુ પર પહોચી. મંયક ત્યા હાજર જ હતો. બન્ને જણા દરિયા કિનારે જઇ ને બેઠા. મીતા ને ખબર નહોતી પડતી કે એ કેવી રીતે શરુઆત કરે.આખરે મંયકે પુછ્યુ" શુ વાત છે મીતા,મને આજે મલવા બોલાવ્યો. શુ પુછવુ હતુ તારે?"મીતા એ જવાબ આપ્યો" મંયક કાલ રાત થી અત્યાર સુધી મે બહુ બધા કારણૉ ગોતી જોયા પણ મને મલતુ નથી કે પોતાનુ બાળક ન કરવાનુ કારણ શુ?" મીતા આગળ બોલવા જાતી હતી ત્યા એક પાંચ છ વર્ષ નુ બાળક ત્યા આવ્યુ અને કહેવા લાગ્યુ"આંટી મને બહુ ભુખ લાગી છે. મને કાંઈ ખવડાવો ને" મીતા નુ હ્રદય પીગળી ગયુ અને ત્યા મંયક બોલ્યો " જા મીતા એને કંઇક ખવડાવી આવ આપણૅ પછી વાત કરશુ"મીતા એ બાળક ને લઈ ને એક રેકડી પર ગઈ અને ત્યા એની માટૅ જમવાનુ લીધુ. અને જેવુ એ બાળક ને આપ્યુ બાળક જાણે જમવા પર ટુટી પડ્યો. અને મીતા એને જ જોતી ઉભી રહી ગઈ.ઍ બાળક નુ જમવાનુ પત્યુ એટ્લે મીતા જાવા લાગી . ત્યા એ બાળક પાછો મીતા પાસે આવ્યો અને કહેવા લાગ્યો" આંટી, મારી બેન માટૅ લઈ આપશો?' મીતા એ એની બેન માટૅ પણ લઈ આપ્યુ. ત્યા પાછો એ બાળક બોલ્યો" આંટી તમે કાલે આવશો ને?" મીતા એ કહ્યુ "મારુ નક્કી નહી " તો બાળક રડવા લાગ્યો કે "તો મને કાલે પાછા ભુખ્યા રહેવાનુ" મીતા ને એમ થયુ જાણે એ હમણા જ રડી પડશે.એ ત્યાથી મંયક બેઠો હતો ત્યા આવી ગઈ. અને મંયક ની બાજુમાં બેસી ગઈ.મંયકે મીતા ની સામે જોયુ પણ મીતા નાં મગજ માં થી ઍ બાળક નીકળતો જ હતો.આખરે મંયકે પુછ્યુ " શુ થયુ મીતા કેમ આટલી ચુપ થઈ ગઈ." મીતા એ બધી વાત કરી.અને મીતા એ કહ્યુ કે "મંયક કાલે એ બાળક નુ શુ થાશે? એ શુ જમશે? અને કદાચ હુ અહિયા એની માટૅ આવુ તો પણ આ માનવ નામના દરિયા માં એને હુ ક્યા શોધીશ?તો મંયકે કહ્યુ " હવે તને તારો જવાબ મલી ગયો હશે કે હુ બાળક શુ કામ કરવા નથી માંગતો.અને એટલે જ મે તને આજે અહિયા બોલાવી કે તને ખબર પડૅ કે દુનિયા માં પોતાના ઍક બાળક પાછળ આખ્ખી જીદગી આપણે પુરી કરીયે છૅ.પણ મીતા આવા કેટલા બાળકો છે કે જેમને એમના માતા પિતા એ જન્મ તો આપી દીધો છે પણ એ બાળકો ભુખ્યા સુઈ જાય છે કે એમની શુ હાલત છે એ જોવાની પણ એમને પડી નથી. તો શુ આપણૅ આ બધા બાળકો નાં માતા પિતા ન બની શકિયે. તુ આરામ થી વિચારજે અને પછી મને જવાબ આપજે. મને કાંઈ ઉતાવળ નથી. પણ આપણૅ સારા friends બની ને આ કામ સાથે મલી ને કરશુ . "અને મંયક ઉભો થયો કે "ચલ હવે છુટ્ટા પડશુ?" અને મીતા પણૂ ઊભી થઈ. હજી ઍનુ મગજ શાંત ન હતુ. એના મગજ માં એક બાજુ એ બાળક ની વાતો અને બીજી બાજુ મંયક ની વાતો જ ચાલતી હતી. ચાલતા ચાલતા પાછો મંયક બોલ્યો " મીતા આપણ વડિલો, મિત્ર છે એટ્લે આપણૅ હા પાડવી જ પડૅ ઍવી કાંઇ ચીંતા ન રાખતી."મીતા એ કાંઈ જવાબ ન આપ્યો એ વિચારતી હતી કે આવા વ્યકતી ને ના પાડ્વી ઍનાથી મોટી કોઇ ભુલ જ નહી હોય્ અને એણૅ કાંઈ પણ જવાબ આપવાની બદલી માં ચુપચાપ મંયક ના હાથ માં પોતાનો હાથ આપી દીધો. મંયકે હસી ને મીતા સામે જોયુ . મીતા ને એમ લાગતુ હતુ ક જાણૅ ઍ કોઈ નવી દિશા માં આગળ વધી રહી છે.

No comments:

Post a Comment