Sunday, June 7, 2009

ચુંદડી

અમારા બાજુ માં રહેતા નવીન ભાઈ અને મીરા ભાભી સાથે મારે ઘર જેવો સંબધ.
મને તો એમની સાથે એટલુ ફાવે કે મને અને મીરા ભાભી ને બધા નણંદ ભોજાઈ કહે.
અને મને એ સંબધ મીઠો પણ લાગે. અમે ૧૨ વાગ્યા સુધી વાતો કરતા બેઠા હોઇયે.
ક્યારેક નવીન ભાઈ અમારી સાથે જોડાઈ જાય વાતો માં. પણ વધારે પડતુ એ અમારી મજાક મસ્તી થી દુર જ રહેતા અને અમને એ ગમતુ. મારી ઉમર હજી ફક્ત ૧૬ વર્ષ. અને એમાં જો મને સમજે એવુ કોઈ મલે તો મને ગમવાનુ જ ને.
મીરા ભાભી પણ વધારે મોટા ન હતા. એ બહુ વાર મને કહેતા કે મને શુ કામ તમે તમે કરે છે. તુ કહી ને બોલાવ. હુ ક્યારેક મસ્તી માં બોલાવતી પણ આમ મારાથી બોલાતુ નહી.ભાભી પણ હજી ૨૨ વર્ષ નાં જ હતા. જલ્દી લગ્ન થઈ ગયા હતા.
દેખાવ માં પણ એટલા જ સુંદર અને વાતો માં તો એવા કે આપણી વાતો પરથી આપણૉ મુડ પારખી લે. અને એમની પાસે બેસીયે એટલે દુઃખ તો ભુલાઈ જ જાય.એમની સાથે બેસવુ, એમની સાથે વાતો કરવી જાણૅ વ્યસન થઈ ગયુ હતુ.
હવે એમને બાળક આવવાનુ હતુ . તેઓ એટલા ખુશ હતા કે બસ.ક્યારેક હુ મજાક માં પુછી લેતી ભાભી મને ભુલી નહી જાવને. તો પ્રેમ થી મારો હાથ હાથ માં લઈ ને કહેતા. "ના તને હુ ક્યારેય નહી ભુલુ." અને આ એ એવૂ લાગણી થી ભરી ને બોલતા કે મારુ મન ભરાઈ આવતુ.
મને એમ થાતુ કે આ જો મારા સગ્ગા ભાભી હોત તો કેટલુ સારુ થાત. અમે આખો દિવસ સાથે રહી શકત.
હવે એમને બાળક આવવાની તૈયારી થઈ ગઈ હતી.ક્યારેય પણ હોસ્પિટલ માં જાવુ પડૅ એમ હતુ. અમારા મસ્તી મજાક થી દિવસો પસાર થાતા હતા. એ એમનાં બધા સપના મને કહેતા. અને મને ખુબ મજા આવતી એમનાં સપનાં સાંભળવાની.
એ જ દિવસે રાતનાં એમને હોસ્પિટલ માં લઈ જાવા પડ્યા. એમની જીદ હતી કે હુ એમની સાથે જ રહુ. બાળક થાવા નાં રુમ સુધી એમણે મારો અને નવીન ભાઈ નો હાથ પકડી રાખ્યો હતો.હુ એટ્લી ખુશ હતી ને કે હમણા થોડી વાર માં બાળક આવી જાશે અને ચાલુ થાશે મારા ભાભી નાં સપનાં ની દુનીયા.
ત્યા DR.બહાર આવ્યા. અને કહ્યુ કે મીરા ભાભી નુ મ્રુત્યુ થયુ છે અને એમને દીકરી જન્મી છે. હુ તો સાવ ભાંગી જ પડી. મને કાંઈ સુજતુ જ ન હતુ.કે હુ શુ કરુ? હજી હમણા જ તો ભાભી અંદર ગયા હતા. આટલા બધા સપનાં ઓ લઈને.
DR. સમજાવતા હતા કે અંદર શુ થયુ હતુ. મને એ કાઇ સંભળાતુ ન હતુ.મને ફક્ત એટલી ખબર હતી કે મારા ભાભી હવે આ દુનિયા માં ન હતા. મારી સખી મને મુકીને ચાલી ગઈ હતી.
હવે ચાલુ થઇ એમનાં શરીર ને ઘરે લઈ જાવાની વાતૉ. આપણૅ કેટલા ખરાબ છીયે હવે મીરા ભાભી , ભાભી નહોતા રહ્યા શરીર થઈ ગયા હતા.
આ બધી વાતો માટે બધાને મતે હુ ખુબ નાની હતી.પણ મને ખબર હતી કે સૌથી વધારે મને જ દુઃખ હતુ. એમને ઘરે લઈ આવ્યા. જ્યા એમની સાથે બેસી ને હુ મસ્તી કરતી ત્યા આજે એ મ્રુત અવસ્થા મા સુતા હતા.અને હુ લાચાર હતી કાંઇ કરી પણ શક્તી ન હતી.
ધીમે ધીમે બધા સગા ઓ ભેગા થાવા લાગ્યા. મને ખબર પડી ગઈ કે બસ હવે એમને લઈ જાવાની જલ્દી લાગી છે બધાને. નવીન ભાઈ ની હાલત પણ બહુ ખરાબ હતી. મને એટલી દયા આવતી હતી ને એમમનાં પર.
ભાભી ને સજાવામાં આવ્યા.હવે એમને લઈ જાવા માટે બધા એમની નજીક આવ્યા. અને હુ એમને છેલ્લી વાર ભેંટી ને ખુબ રડી.
હવે ખબર નહી નવીન ભાઈ નાં સગાઓ માં અંદર અંદર બહુ ધીમે ધીમે કંઇક વાતો થતી હતી.ત્યા થોડી વાર ની ચર્ચા ઓ પછી નવીન ભાઈ ઉભા થયા અને એમણૅ દરવાજા પર નાની સી ચુંદડી નો ટુકડૉ બાંધ્યો.મને કાઈ જ ખબર નહોતી પડતી. બસ હુ ચુપચાપ બધુ જોતી હતી.આખરે ભાભી ને લઈ જાવામાં આવ્યા.આને હુ મારે ઘરે આવતી રહી.
પછી રાતનાં મે મારા મમ્મી ને પુછ્યુ કે આ બધુ શુ હતુ. દરવાજા પર બાંધવાનુ.તો મમ્મી કહે કે નવીન ભાઈ ને બીજી વાર પરણવાનુ છે એ જાહેર કર્યુ. અને એ રાતે હુ એટલી રડી છુ કે બસ.કે આવા કેવા સંબધો.
બીજા થોડા દિવસો પસાર થઈ ગયા.મીરા ભાભી નુ બાળક પણ નવીન ભાઈ નાં ભાભી પાસે મોટૂ થાતુ હતુ.
અચાનક એક દિવસ ખબર પડી કે નવીન ભાઈ એ બીજા લગ્ન કર્યા. એમની આ પત્ની નુ નામ હતુ પ્રિયા. એમણૅ મને એમની સાથે ઓણખાણ કરવા બોલવ્યુ હતુ. પણ હુ નહોતી ગઈ, નવીન ભાઈ નાં બીજા પત્ની મારી સાથે બહુ વાત કરવાની કોશિશ કરતા. પણ હુ વાત ન કરતી. મને મીરા ભાભી યાદ આવી જાતા.
જ્યારથી લગ્ન કરીને આવ્યા હતા ત્યાર્થી નવીન ભાઈ મારી સાથે નજર મલાવી ને જોતા જ નહી. બપોરનો સમય હતો. હુ મારુ ભણતી હતી.ત્યા અચાનક નવીન ભાઈ નાં પત્ની મારી પાસે આવીને બેસી ગયા.એમનાં હાથ માં મારા પ્રિય ભાભી નુ સપનુ હતુ.એમનુ બાળક.
હુ ચુપ જ હતી. પ્રિયા એ મારા હાથ પર હાથ રાખ્યો. અને કહ્યુ "મારી સખી નહી બને?" હુ ટસ ની મસ ન થઈ. તો એમણૅ કહ્યુ "બહુ પ્રેમ હતો ને તને તારી ભાભી પર. તો એનાં સપનાં ને સંભાળવાની જીમેદદારી તારી નથી.નવીન પરણત નહી તો આ બાળક ને મોટૉ કેવી રીતે કરત? કોણ કેટલા દિવસ સાચવત. તને ખબર છે, એમણૅ મારી સાથે શર્ત મુકી ને લગ્ન કર્યા છે કે આપણૅ બીજુ બાળક નહી કરીયે."
અને હુ ભાંગી પડી. અને પ્રિયા ને ભેંટી પડી. એના પછી અમે બન્ને પણ સખી બની ગયા. પણ તો પણ હુ એને કદી પણ મીરા ભાભી નુ સ્થાન ન આપી શકી.
હવે તો તેઓ કયાં છે એ પણ મને ખબર નથી કારણ નવીન ભાઈ ની કામ માં બદલી થાતી રહે છે . પણ પ્રિયા એ એનૂ વચન પાળ્યુ એણૅ બીજુ બાળક ન જ કર્યુ. અને તો પણ મને નવીન ભાઈ પર ગુસ્સો આવ્તો હતો કે ખબર હતી કે પ્રિયા સારી વ્યક્તિ છે. એ મીરા ભાભી નાં બાળક ને કદી દુઃખી નહી કરે તો એને માત્રુત્વ થી કેમ વંચિત રાખી .

No comments:

Post a Comment