Sunday, June 7, 2009

મોબાઈલ વાળા આંટી

...................................હોસ્પિટલ નાં ખુણા માં બેસીને હુ કંટાળી ગઈ હતી. મારા સાસુ ને આઇ.સી.યુ. માં દાખલ કર્યા હતા. તબીયત પણ સારી હતી..પણ હોસ્પિટલ માં એક જણ એ તો બેસવુ જ પડે..આજે હુ અને મારી દીકરી બેઠા હતા...કરવાનું શું..જે બીમાર હોય એને તો તકલીફ હોય જ, પણ જે બહાર ખાલી ચોકી ભરતુ હોય એ પણ બીમાર પડી જાય..હા સાસુ ની સામે બેસવાનુ હોય ને તોય હજી ચાલે કે વાતો કરતા રહીયે..આ તો બહાર બેસવાનું..આજુબાજુ બધા અજાણ્યા..કોની સાથે વાત કરીયે..પણ આદત થી મજબુર..ગુજરાતી ખરા ને.... ત્યાં તો એક બહેન ના ડુસકા નો અવાજ સંભળાયો...તો મારી અને મારી દીકરી બન્નેની નજર ત્યા ગઈ..એમની સાથે કોઇ ન હતુ..હવે એમને રડવા કેમ દેવાય્ અને જઈને પુછાય પણ કેમ કે શું કામ રડો છો?પછી મને વિચાર આવ્યો કે ચલ પાણી આપવાનાં બહાને જાવ એમની પાસે...પાણી નો ગ્લાસ લઈને એમની પાસે ગઈ અને કહ્યુ"બહેન આ લ્યો પાણી પીવો"..હવે તેમને મારી હુંફ ગમી..જરા શાંત થયા.હુ એમની પાસે જ બેસી ગઈ..મે પુછ્યુ "અહીયાં પુછવુ નક્કામુ છે કે તમે શું કામ રડો છો? એટલે સીધુ જ પુછી લઉ છુ કે કોણ છે અંદર તમારુ?"
બહેન પાછા રડ્યા..પછી શાંત થઈ ને બોલ્યા કે "મારી દીકરી કે જે સાતમાં ધોરણ માં ભણે છે."
મને આઘાત લાગ્યો..મે પુછ્યુ"કેમ શું થયુ છે એને?"
તો કહે"કેન્સર અને છેલ્લા તબક્કામાં"
અને મને એમ લાગ્યુ કે હુ ત્યા જ પડી જાઈશ.મે તરત મારી દીકરી સામે જોયુ...અને મને એમ થયુ કે, હુ સમજી શકુ છુ કે એક મા ની હાલત કેવી હશે આ બોલતા વખતે...
પછી જરા સ્વસ્થ થઈને મે પુછ્યુ કે"શું કહે છે DR.?"
તો એક માતા નાં મુખ મુખ માથી માંડ માંડ શબ્દો બહાર નિકળ્યા કે"બહેન એમનુ કહેવુ છે કે કોઇ પણ શ્વાસ છેલ્લો હશે..અને પાછુ એમનુ એક ડુસકુ નીકળી ગયુ..હવે એમનાં કરતા વધારે પાણી ની જરુરત મને પડી..પણ મારે હવે એમને સંભાળવા નાં હતા..
મે એમને કહ્યુ કે"બહેન તમને બધુ ખબર છે કે એનો કોઇ પણ શ્વાસ છેલ્લો હશે તો તમે આટલા દુર કેમ બેઠા છો એનાથી ?જાવ એની પાસે..એને ગળે વગડાળી ને બેસો...
તો કહે"એ જ તો વાંધો છે ને બહેન... એની પાસે બેસુ છુ તો એ મને કહે છે કે મમ્મી મારી બધી બહેનપણી ઓ ને મારે મળવુ છે. મારે બધા સાથે વાતો કરવી છે।"
તો મે કહ્યુ"એમાં શું વાંધો છે તો કરાવો ને વાત."
તો કહે"બહેન અમારી પાસે મોબાઈલ નથી..અને અમારુ ઘર અહીયા થી બહુ જ દુર છે એટલે હુ અની બહેનપણી ઓ ને અહીયા લઈ પણ નથી આવી શક્તી..મને સમજાતુ નથી હુ શું કરુ?"
અને મને એમ થયુ કે, કેવી મજબુર માતા કે જે મરતી દીકરી ની સાથે પણ નથી રહી શક્તી.કરણકે એની ઇચ્છા પુરી નથી કરી શક્તી..
મે મારી દીકરી સામે જોયુ..મારી દીકરી એ એક શબ્દ બોલ્યા વગર પોતાનો એક દિવસ પહેલા લીધેલો મોબાઇલ મને આપી દીધો અને ત્યાં થી દોડતી અગાશી માં ચાલી ગઈ..મને થયુ, કે એ રડતી હશે..પણ મોબાઈલ માટે નહી, પણ આટલુ દુઃખ એને જોવાનો વારો જ નથી આવ્યો ક્યારેય પણ..એટલે આ દુનીયા ની બીજી બાજુ જોઇને એનાથી સહેન નહી થયુ હોય..
હુ એની પાસે ન ગઈ..મે એ માતા ને કહ્યુ."આ મોબાઇલ તમે રાખો..એને જેટલા ફોન કરવા હોય અને જેટલી વાતો કરવી હોય કરવા દેજો.હુ કાલે આવીશ ત્યારે લઈ લઈશ્.એ માતા ની આંખ ના હર્ષ નાં આંસુ હતા.એને ખુશી હતી કે ભલે દીકરી ને મ્રુત્યુ ભરખી જાવા તૈયાર બેઠુ છે, પણ એ એની છેલ્લી ઇચ્છા પુરી કરી શક્શે..
હાલાત માણસ ને કેવુ કેવુ શીખડાવી દે છે એ જોવા મલતુ હતુ મને આ દ્રશ્ય માં કે, માતા એ વિચારતી હશે કે દીકરી જાવાની તો છે જ, પણ ચાલ જલ્દી એની ઇચ્છા પુરી કરી લઉ..હુ અને મારી દીકરી આઇ.સી.યુ. નાં કાચ માં થી જોતા હતા કે એ માતા અને દીકરી કેટલા ખુશ હતા..હમણા ત્યા મ્રુત્યુ એ ઉભુ હશે તો વિચારતુ હશે કે જ્યાં હુ ઉભો હોવ અને ત્યાં આવી ખુશી મે પહેલી વાર જોઈ..
મારા નણંદ હવે બેસવા આવ્યા હતા..એટલે અમે બન્ને ઘરે જાવા નીકળી ગયા..આખે રસ્તે મારી દીકરી કાંઇ જ ન બોલી..
મે પણ એને જીવન ની કડવી હકીકત ને વિચારવાનો મોકો આપ્યો..હુ પણ કાંઇ જ ન બોલી..
બીજે દિવસે હુ મારા વારા વખતે પાછી હોસ્પિટલ માં પહોચી ગઈ...
ત્યાં જઈને જોયુ તો એ માતા અને દીકરી કોઇ ન હતા..મારુ હ્રદય ધબકારો ચુકી ગયુ..તોય મે હિંમત રાખીને નર્સ ને પુછ્યુ કે"આ લોકો બીજી હોસ્પિટલ માં ગયા કે શું?
તો એણે જવાબ આપ્યો"ના બહેન, કાલે એ દીકરી રાતનાં મ્રુત્યુ પામી છે..
અને હુ ચુપ થઈ ગઈ..ત્યાં નર્સ આવી અને મને એક કાગળ માં કાંઇક વીટાળેલુ આપી ગઈ..મે ખોલી ને જોયુ તો મારી દીકરી નો મોબાઈલ હતો..અને સાથે એક પત્ર હતો.એમાં લખ્યુ હતુ"બહેન મે તો તમારુ નામ પણ ન પુછ્યુ..જુઓ મારી દીકરી ચાલી ગઇ..અમને મુકીને..પણ બહેન મને સંતોષ છે કે એની છેલ્લી ઇચ્છા હુ તમારે લીધે હુ પુરી કરી શકી.. એક સંતોષી માતા ની તમને એટલી જ આજીજી છે કે આવા કામ તમે હંમેશા કરતા રહેજો..
એ જ દિવસે મારા સાસુ ને પણ રજા આપવા માં આવી..બીજે દિવસે મારા ઘર નું કામ પતાવી ને હુ બહાર જાવ નીકળી એટલે મારા સાસુ એ મને પુછ્યુ કે ક્યાં જાય છે બેટા?
તો મે એમને બધી વાત કરી..મે કહ્યુ" બા આવી કેટલી દીકરી ઓ મારી રાહ જોતી હશે...
બા મારે મોબાઈલ વાળા આંટી તરીકે ઓળખાવુ છે"
અને મારા સાસુ પણ કાંઇ ન બોલ્યા.
આ સત્ય વાત છે..બસ આમાં ફક્ત સત્ય એ નથી કે એ બહેન હવે રોજ બધી હોસ્પિટલ માં જાય છે..હા એમની ઇચ્છા બહુ છે એવુ કરવાની પણ નથી થાતુ એ પણ હકીકત છે અને એ વાત નો એમને ડંખ છે..
આપણે બધા ફક્ત આપણી માટે જ જીવીયે છીયે..અને પાછા કહેતા જાઈયે છીયે કે અમને તો સમય જ નથી મલતો..તો શું ઉપરવાળા એ આપણને ફક્ત પોતાની માટે જ જીવવા મોક્લાવ્યા છે???
વિચારવા જેવી વાત છે..જરુર થી વિચારશો..


નીતા કોટેચા..

No comments:

Post a Comment