Sunday, June 7, 2009

દિવાળી

મારે ઘરે એક બહેન વર્ષો થી કામ કરે છેં...હમણાં એમણે એમનાં દીકરાનાં લગ્ન કર્યા...વહુ દેશ ની છેં..એણે ત્યાં ખેતરમાં બહુ કામ કર્યુ છેં..એટલે અહીંયાં બધાનાં ઘરનાં કપડાં,વાસણ કરવા એટલે એક નવી દુનિયા હતી એના માટે...હમણાં દિવાળી માં આપણે ગુજરાતી ઓ મંડી પડીયે ઘરની સફાઈ માટે..ઘરનો એક એક ખૂણો સાફ કરીયે...પણ એ વહુ માટે આ એક અચરજ હતું..કે આપણે તો રોજ સાફ કરતા જ હોઈયે ને તો દિવાળી મા કેમ આટલું બધું કરો...મે મારાથી થયુ એટલુ મે એને સમજાવ્યું કે નવું વર્ષ શરૂ થાતુ હોય ,ચોપડા પુજન હોય..લક્ષ્મીજી ની પૂજા હોય...એટલે કરવાનું હોય...પણ એણે ચર્ચા કરવાનું માંડી વાળ્યું અને પોતાનાં કામ પર ધ્યાન આપ્યું॥એક દિવસ સાંજે ૬ વાગે મારે ઘરે આવી મને કહે "ભાભી જલ્દી કંઇક જમવાનું આપો..મને બહુ ભૂખ લાગી છેં..મે કહ્યુ પણ તે આટલી વાર ખાધુ કેમ નહી ?? તો કહે "આજે એક ઘરનું દિવાળી નું કામ કરવાનું હતુ। સવારનાં અગિયાર વાગ્યા થી એમનાંઘરે કામ કરું છું પણ એક કપ ચાહ નું પણ ન પૂછ્યું..અને એમાં પાછાં સાસુ વહુ જગડે માથું દુખી ગયું, ભૂખ્યા પેટે એમનાં ઝગડા સાંભળીને..."મને કહે "હે ભાભી તમે મુંબઇ વાળા ઓ ઘરની સફાઈ કરો એમ મન અને મગજ ની પણ કરી નાખતા હો તો..અને એ એનાં ખાલી પેટને ભરવા માં ખોવાઈ ગઈ..એને ખબર ન હતી કે એણે કેટલી મોટી વાત કહી દીધી...કેટલી સાચ્ચી વાત છેં.....આપણે જૂના ઝગડા નથી ભૂલતા..આપણે વર્ષો પહેલાની વાત નથી ભૂલતા..જો મન અને મગજ ની સફાઈ થતી હોત તો કેટલું સારું..જેમ ઘર માં લાગેલ મેલ ધોવા પછી દેખાતો નથી એમ મન અને મગજ નાં મેલ ધોવાતા હોત તો કેટલું સારું થાત...મને એની વાત સાંભળીને એમ થયુ કે મહાન કોને કહેવા...? જે વાણી વર્તન અને વિચાર, વિચારી ને સારા બતાવે એને કે પછી જેનાં મનમાં પોતે જ આવા વિચારો આવતા હોય તેને???જેનાં બેંક માં લાખો રુપીયા પડયા હોય એને કે પછી જે બીજા નાં ઘરનાં વાસણ કપડા કરીને પણ આવા વીચારો ધરાવતુ હોય એને???? તો ચલો મિત્રો, આપણે પણ આજે નક્કી કરીયે કે આપણે પણ બને ત્યાં સુધી મન અને મગજ ની સફાઈ કરી શકીયે..અને ઘર નાં આંગણાં માં દીવો થાય કે નહી પણ કોઈક નાં હ્ર્દયમાં દીવો કરીયે...આપણે કોઈ અનાથ આશ્રમ કે વ્રુધ્ધાશ્રમ જવાની જરુર નથી કદાચ ત્યાં આપણું આપેલું બહુ ઓછું લાગશે...પણ આપણે આપણાં જ કુટુંબ માં એવા લોકો ને ગોતીયે કે જે હતાશા ની ખાઈ માં ગરકાવ થઈ ગયાં હોય..એને જઈને હૂંફ આપીયે..એમને એમ લાગશે કે મારુ કે કોઇક છે આ દુનીયામાં ...એનાથી આપણે એનાં જીવન માં દીવો પ્રગ્ટાવ્યો કહેવાશેં...તો ચલોપ્રેમ રુપી માચીસ થી લાગણી રુપી દીવો પ્રગટાવીયે...અને દિવાળી અને નવા વર્ષ નું સ્વાગત કરીયે....નીતા કોટેચા તથા પરીવાર તરફ થીબધાને દિવાળી ની ખુબ શુભકામનાઅને નવુ વર્ષ ખુબ ખુબ લાભદાઈ નીવડે એવી પ્રાર્થનાં....

નીતા કોટેચા

No comments:

Post a Comment