Sunday, June 7, 2009

ચાલો ૮ મી માર્ચ પતી ગઈ॥ સ્ત્રી ઓ નોં દિવસ પતી ગયો ...કેટલાં એ મનાવ્યો॥ કેવી રીતે મનાવ્યોં॥ એમાં નથી પડવુ॥પણ આખા વર્ષ માં આપણે બધા માટે એક એક દિવસ રાખ્યો છે...પપ્પા નોં દિવસ ।વિધ્યાર્થી નો દિવસ, ...અને એવા બહુ બધા દિવસો...આ બધી રીત મને તો સમજાતી જ નથી॥પણ છતાં હુ મનાવું ખરી॥એમાં ના નહીં।એ દિવસે મે જે અનુભવ્યુ એ આજે લખું છુ..કારણકે જો એ દિવસે લખત તો મને જ ન ગમત...બહાર નીકળી..શાક લેવા..રસ્તા પર જાતી હતી ત્યાં ચટાક કરીને અવાજ આવ્યો..અવાજ ની દીશા તરફ જોયુ...તો કોલેજ માં ભણતાં છોકરા છોકરી દેખાણા..એમાં છોકરી રડતી હતી..અને છોકરો બુમો પાડતો હતો..અને ત્યાં બીજી ઠોકી..અને છોકરી કાંઇ બોલતી ન હતી..ખાલી પોતાને બચાવવાનોં પ્રયત્ન કરતી હતી..બધા તમાશો જોતા હતા।ત્યાં એક હવાલદાર ઉભો હતોં, મે એને કહ્યુ ભાઈ ઉસ્કો છુડાઓ..તો કહે આપ છુડાઓ નાં..એટલે નીતા બેન એ જપ્લાવ્યું..એ બન્ને પાસે ગઈ...અને કહુ કે ભાઈ શું તકલીફ છે?તુ મારે છે શું કામ? તો છોકરો કહે તમે કોણ છો વચ્ચે બોલવાં વાળા...મે કહ્યુ તુ રસ્તા પર એને મારે છે મને દેખાય છે અને તોય હુ ચુપ રહુ..એ મારાથી નહી થાય..પછી એ છોકરી ને પુછ્યુ કે આ મારે છે તોય તુ કાંઇ બોલતી નથી..અને માર ખાય છે પાછું... તો મને કહે કે આંટી તમે જાવ ને..ી મારો boy friend છે। અને મે એને બધો હક્ક આપીયો છે..મે કહ્યુ મરો બીજુ શું? મે એને પુછીયુ કે દીકરી તને ખબર છે આજે woman's day છે...અને તુ તારા પોતાને હાથે જ તારુ અપમાન કરાવે છે....તો છોકરો ભડક્યો..તમે જાવ ને આંટી..તમને શું છે? આ અમારી વાત છે ..તમે વચ્ચે બોલો જ શું કામ છોં?મે જરા ગુસ્સે થી છોકરી સામે જોયું અને કહ્યુ..આની સાથે પરણતી નહી ..નહીતોં જીદગી ભર માર જ ખાઈશ્।અને હુ વધારે કાંઇ કહુ એની પહેલાં એ લોકો રિક્ષા માં બેસીને ચાલ્યા ગયાં।------------------------------------------------------------------- વર્ષો પહેલાં ની એક friend મલી અચાનક જ॥પીયર માં સાથે રહેતાં॥પછી મમ્મી લોકો એ ઘર બદલાવ્યુ॥અને મુલાકાત બંધ થઈ॥મારા પહેલા એનાં લગ્ન થયાં હતાંખુબ આંનદ થયો... મે પુછ્યુ"શું બચ્ચાઓ છે? તો જવાબ આપ્યો"બે છે અને બન્ને ભણે છે..ખુબ સરસ રીતે...મે કહ્યુ સારુ..અને વરજી નુ શેનું કામકાજ છે? તો કહે "વરજી ગયાં ઉપર..હવે અમે ત્રણ જણા જ છીયે..મને અફસોસ થયો..મારા જેટલી ઉંમર એની..૪૦ ની આસપાસ.. અને આટલુ જલ્દી આવું થાય..મને દુઃખ થયું..અને મારા ચહેરા પર દુ;ખ જોઈને એ કહે અરે મને દુ;ખ નથી એટલુ તો તને દુ;ખ થયુ સાંભળીને..મે કહ્યુ ના રે તુ કેવી રીતે બધુ સંભાળે છે?તો કહે અરે પૈસા ની તો ચીંતા નથી.બહુ બધુ મુકીને ગયા છેં..પણ મે કહ્યુ તોય એમની ખોટ તો લાગતી હશે ને..પછી એ જરા ગંભીર થઈ..મને કહે'જો નીતા જે જીવતાજીવ આપણો હોય જ નહી એ જીવે કે મરે એની માટે શું અફસોસ..લેણા દેણી હતી એ પુરી કરી..અને એ ગુજરી ગયા..તો પત્યું..ચલ હુ તને મારી આખી વાત કહું. અને અમે બન્ને હોટેલ માં બેઠાં.અને એ ણે વાત ચાલુ કરી..મને કહે'જો નીતા, એમની સાથે પરણી ત્યારે મેં એમને મારુ સર્વ સમર્પણ કરી દીધુ..એક બાળ્ક એક જ વર્ષ માં થઈ ગયું..પણ પછી ખબર પડી કે એમને બીજી સ્ત્રી ઓ પાસે જાવાની આદત છે..ધીમે ધીમે એ રોજ મોડા આવવા લાગ્યાં..થોડોક વખત મે બુમો પાડી..પણ એણે કહી દીધુ કે મને એનાં વગર ચાલસે નહી..તો તારે જીવવું હોય મારી સાથે તો જીવ નહીતો તારો રસ્તો પકડી લે... મને ખબર હતી કે હવે કાંઈ ન થાય.એક બાળક થઈ ગયુ હતું હવે એની જિંદગી માટે ચલાવે જ છુટકો...અને હુ એની સાથે જીવતી હતી...બીજી સ્ત્રી ઓ સાથે સાથે એને દારુ નુ વ્યસન પણ એટલુ જ થઈ ગયુ હતુ...અને શરીર ખલાસ કર્યુ..હોસ્પીટલ માં હતો ત્યારે એની બીજી સ્ત્રી પણ ત્યાં બેસવા આવતી હતી..મેં પુછ્યુ તારાથી સહેન કેમ થયું એ સ્ત્રી નું બેસવું..તો કહે નીતા એમાં એ સ્ત્રી નોં શું વાંક?એની તો જરુરત હતી પણ મારા વર એ એની જરુરત નોં ફાયદો ઉપાડ્યો હતો...એટલે મને કોઈ અફસોસ નથી એમનાં મરવાનોં..તો તુ પણ જીવ ન બાળતી..ઠીક છે ને ..મને અચરજ પણ થાતું હતું અને ખુશી પણ કે એક સીધી સાદી છોકરી ને સંજોગો એ કેવી મજબુત કરી નાંખી હતી..મે એને પુછ્યું બીજા લગ્ન કરવાનાં વિચાર છે?તો કહે નાં રે હવે શું?માંડ એક માં થી છુટી છું એમાં હવે બીજા માં ક્યાં ફસાવુંઅને અમે સ્ત્રી ઓ નોં દિવસ મનાવ્યોં..અને છુટ્ટા પડ્યાંઆજે ને આજે બે અલગ અલગ પ્રસન્ગ જોયાં...ખબર નહોતી પડ્તી કે શું વીચારુ???હજી આવા બહુ બહેનોં સાથે વાત કરી છે એ પણ લખીશ..પણ હવે પછી ના post માં

No comments:

Post a Comment