Sunday, June 7, 2009

આજે પ્રાચી એ નક્કી કર્યું હતું કે કાંઈ પણ થાય આજે તો પપ્પા ને કહી જ દેવું છે કે હું, સુનીલ ને પ્રેમ કરું છું અને એના વગર હું જીવી નહી શકું..ભલે અલગ નાત છે તો શું થયું?પ્રેમ થોડી નાત જોઇને થાય...અને સુનીલ મને પ્રેમ પણ કેટલો કરે છેં....અને એ ઘર તરફ રવાનાં થઈ ....ઘરે પહોંચીને એણે જોયુ કે મમ્મી એની સત્સંગ ની સીડી જોતી હતી.હવે તો કલાક કાંઇ નહી બોલાય...મમ્મી નો નિયમ હતો કે એ, જ્યારે સીડી જોતી હોય ત્યારે એ કોઈનું કામ પણ નહી કરે અને કોઇએ વાતો પણ નહી કરવાની...અને મમ્મી નો નિયમ ન માનવાની હિંમત હજી પપ્પા એ પણ નથી કરી તો હું શું?એ પણ ચુપચાપ મમ્મી ની બાજુમાં બેસી ગઈ॥મમ્મી એ કહ્યુ જો આજે કોલેજ નાં છોકરાઓ સાથે જ એમનું પ્રવચન છેં..આવ તને પણ કામ લાગશે..પ્રાચી વિચાર કરતી હતી કે મમ્મી ને કેમ સમજાવે કે એનું શરીર ત્યાં હતુ પણ મન તો સુનીલ માં હતું....ત્યાં મમ્મી નાં બાવાશ્રી બોલ્યા" બાળકો, હુ તમને એ નહી પુછું કે તમારાં માથી કેટલાં બાળકો પ્રેમ માં પડેલા છે....કારણ કે બધાં ને જ પ્રેમ હશે એ મને ખબર છેં ....હુ તમને બધાને ફકત એટલુ જ કહીશ કે પ્રેમ કરો એનો વાંધો નહી,પણ આપણે જ્યારે એક કૂતરો ખરીદવા જાઈયે છેં ત્યારે એની પણ જાત જોઈયે છેં...કોઇ વ્યકતી ઘોડા પર પૈસા લગાડે તો એના દાદા પરદાદા બધાની પુચ્છા કરે...પછી પૈસા લગાવે...તો આપણે જેનાં નામે આપણું જીવન કરવાના છીયે એની નાત જાત એન ઘર વાળા ઓ બધાની જાણકારી મેળવી ને પછી પ્રેમ મા પડીયે તો કેવું સારું રહેશેં...એવુ ન થાય કે જે માતા પિતા એ તમને ફૂલ ની જેમ મોટી કરી એ જ માતા પિતા એ એ જોઇને રડવુ પડે કે કોઇક એનાં ફુલ ને કેવુ મસળે છેંમાતા પિતા ની મદદ લ્યોં...કોઈ માતા પિતા દીકરી ની ખુશી ની વિરુધ્ધ ન જાય॥પણ એ તમને કમસેકમ સાચ્ચો રસ્તો જરૂર ગોતવામા મદદ કરશે...આવી બહુ બધી વાતો કરી ને મહારાજ ચુપ થઇ ગયાં..મમ્મી એ ઉભા થઈને સીડી બંધ કરી॥અને પ્રાચી ને કહ્યુ "હવે બોલ તારી માટે શું નાસ્તો બનાવું।"..પ્રાચી વિચારો માં ડૂબેલી હતી...મમ્મી કાઈ બોલ્યા વગર રસોડાં માં ગઈ...પણ પપ્પા ની નજર થી પ્રાચી નું વિચારો માં ખોવુ છાનુ ન રહ્યું .. એ પ્રાચી ની બાજુમાં બેઠા.. અને એના હાથ પર પોતાનો હાથ રાખીને કહ્યુ "પ્રાચી તારે મને કાંઇ કહેવું છેં બેટા"અને પ્રાચી ની આંખો છલકાઈ ગઈ॥"પપ્પા મારા સુનીલ માં કાંઇ ખોટ નથી" આટલું કહીને એણે બધી વાત પપ્પાને કહીં...પપ્પા એ કહ્યુ "પ્રાચી મને મોકો આપીશ એને ચકાસવાનો?પ્રાચી એ કહ્યુ "હા પપ્પા તમને બધી છુટ છેં."પપ્પા એ હસીને કહ્યુ "હમણા નાસ્તો કરીયે, આ બધી વાત કાલે વિચારશું...પ્રાચી રાજી થઈ ગઈ॥ કે પપ્પા એ નાત અલગ હતી એનો વાંધો ન ઉઠાવ્યો। બાકી તો એને ભરોસો હતો કે સુનીલ માં કાંઇ ખોટ હતી નહી...રાતનાં પ્રાચી અને પપ્પા જમવાનાં ટેબલ પર બેઠા હતાં,ત્યારે પપ્પા એ પ્રાચી ને પુછ્યુ"પ્રાચી તુ એના ઘરે જઈ આવી છોં?પ્રાચી એ કહ્યુ "ના પપ્પા, બે વાર નક્કી કર્યુ અને બે વાર સુનીલ ને ઓચીંતા નું બહાર જવાનું થયુ ॥એમા રહી ગયું..."પપ્પા એ કહ્યુ" વાંધો નહી બેટા॥હવે જેમ હુ કહુ એમ તુ કર...સુનીલ ને કાલે એ કોલેજ માં પહોંચે પછી ફોન કર કે, તને ઠીક નથી એટલે તુ કોલેજ મા નહી આવી શકે ..એ તારી રાહ ન જોવે"પ્રાચી ડરી ગઈ કે શું પપ્પા એની કોલેજ જ બંધ કરાવી નાખશે કે શું?પ્રાચી નાં મોઢા નોં ડર જોઈને પપ્પા હસ્યા॥"ચીંતા નહી કર તારી કોલેજ બંધ નહી કરાવું"પ્રાચી માની ન શકી કે પપ્પાને કેવી રીતે ખબર પડી કે હુ આ વિચારતી હતી॥પણ એ પણ હસી કે કદાચ આને જ માતા પિતા કહેવાય કે જેને બધી જ ખબર પડી જાય કે એમનાં બાળકો નાં મનમાં શું ચાલે છેં।?બીજાં દિવસ ની સવાર થઈ ॥પપ્પા પ્રાચી ને ઉઠાડવા આવ્યાં "પ્રાચી ઊઠ ,કોલેજ નથી જવું કે।?પ્રાચી ને અચરજ થયુ કે પપ્પા એ તો કાલે ના પાડી હતી ॥હવે શું થયું પાછું???પપ્પા એ કહ્યુ "ઉઠ પ્રાચી આજે તારા સુનીલ ની પાછળ પાછળ આપણે બન્ને ફરશું..અને હસવા લાગ્યાં..પ્રાચી ને અચરજ પર અચરજ થાતુ હતુ કે પપ્પા આ શું કરે છે?પણ એણે પપ્પાને વચન આપ્યુ હતુ કે એ કાંઇ સવાલ નહી પુછે અને કોઈ પણ વાત માટે ના નહી પાડે...એ તો તૈયાર થઈ ને પપ્પા સાથે ચાલી નીકળી...કોલેજ માં પહોચીને તેઓ બન્ને જણા કોલેજ ની બહાર ની હોટલ માં બેઠા કે જ્યાથી કોલેજ માં થી કોણ આવે છે જાય છેં બધું દેખાય...થોડી વાર માં સુનીલ નો ફોન આવ્યો કે પ્રાચી તુ સાચ્ચે જ કોલેજ નથી આવવાની?પ્રાચી એ કહ્યુ "હા સુનીલ મને ઠીક નથી"થોડી વાર બેઠા ત્યાં સુનીલ ને બહાર નીકળતા, પ્રાચી એ જોયો॥પ્રાચી એ પપ્પાને કહ્યુ "જુઓ ઓલો સુનીલ છે પપ્પા..પપ્પા એ ધ્યાન થી એને જોયો જાણે પીક્ચર નો કોઇ હીરો જ જોઇ લ્યો...પપ્પા એ હસીને પ્રાચી સામે જોયું॥પ્રાચી ખુશ થઈ ગઈ કે ચલો દેખાવમાં પણ પપ્પા ને સુનીલ ગમ્યો॥સુનીલ આગળ આગળ ચાલવા લાગ્યો એ ભેગાં પપ્પા ફટાફટ બીલ ચુકવીને પ્રાચી નો હાથ પકડીને સુનીલ થી થોડે દુર ચાલવા લાગ્યાં...પ્રાચી ની જ એક friend। સુનીતા, સુનીલ ને મલી ...એ લોકો નાં હાથ નાં ઇશારા થી એવુ લાગતુ હતુ કે એ પ્રાચી નાં વિષે પુછતી હતી॥અને જ્યારે સુનીલ એ કહ્યુ એ આજે નથી આવવાની...ત્યાં સુનીતા એ એનો હાથ પકડ્યો અને બન્ને જણા હાથ માં હાથ નાખીને ચાલવા લાગ્યા...પ્રાચી માટે આ એક બહુ મોટો આઘાત હતો...પપ્પા એ પ્રાચી નો હાથ પકડીને આશ્વાસન આપ્યું..હવે પ્રાચી ને સુનીલ પાછળ નહોતુ જવું।પણ પપ્પા એ કહ્યુ ના પ્રાચી આજનો દિવસ તો મે મારી દીકરી નાં ભવિષ્ય માટે જ રાખ્યો છેં...ચાલ હજી જોઇયે એને.."કમને પ્રાચી પપ્પા સાથે ચાલવા લાગી...પપ્પા વિચારતા હતા કે આ એક વાત માટે તો દીકરી, સુનીલ તને કહી દેશે કે સુનીતા એ જબરદ્સ્તી મારો હાથ પકડ્યો અને તુ પાછી એને માફ કરી દઈશ। આજે તો સુનીલ નો પીછો હુ મુકીશ જ નહી...ધીરે ધીરે સુનીલ અને સુનીતા ચાલતા હતા॥અને ધીરે ધીરે પપ્પા અને દીકરી ચાલતા હતા...થોડે દુર જઈને સુનીતા અલગ થઈ॥અને સુનીલ ડાબી બાજુ વળી ગયોં...પપ્પા ને અચરજ થયું કે આ બાજુ તો ઝુપડપટ્ટી એરીયા ચાલુ થતો હતો ॥અહીંયાં સુનીલ ક્યાં જતો હશેં?પણ તેઓ કાંઇ ન બોલ્યાં॥ચુપચાપ પ્રાચી ને લઈને ચાલવા લાગ્યાં...પ્રાચી ને પણ બહુ અચરજ થયુ કે સુનીલ અહીયા કોના ઘરે જાય છેં॥અને એ એક ઝુપડા માં ચાલ્યો ગયોં...પ્રાચી એ કહ્યું કે "હવે તો ચલો પપ્પા ઘરે જઈયે ..અહીયા એ કોઇ friend નાં ઘરે આવ્યો લાગે છેં..."પપ્પા એ હસીને કહ્યુ "ના પ્રાચી ,એને ત્યાંથી બહાર આવવા દે...આજે તો મારે જોવુ છે કે એ શું કરે છે આખો દિવસ?"પ્રાચી એ કહ્યુ "ભલે પપ્પા.."અને લગભગ એ લોકો કલાક જેટલા ઉભા, પણ સુનીલ બહાર ન આવ્યોં..એટલે પપ્પા પ્રાચી ને લઈને એ ઝુપડા પાસે ગયાં..ત્યાં જઈને એ જ ઘર ની બાજુનાં ઘરમાં પપ્પા એ પુછ્યું કે "યહા સુનીલ કહા રહેતા હૈ?"પ્રાચી ને બહુ ગુસ્સો આવ્યો કે, અહીયા ક્યાં સુનીલ રહે છેં।પપ્પા પણ શું॥કાંઇ પણ પુછે છેં...ત્યાં તો એ બહેન એ જવાબ આપ્યો "યે ઇધર હી .. બાજુ કે ઘરમે..અભી હી આયા થોડી દેર પહેલે કોલેજ સે..અને પ્રાચી ને એમ થયુ કે એ હમણા જ ત્યાં પડી જશેં...પોતાનું નામ સાંભળીને સુનીલ ઘરમાં થી બહાર આવ્યો...એણે ખાલી હાફ પેંટ પહેરી હતી...એનાં એક હાથ માં ગ્લાસ માં દારુ જેવુ કાંઇક હતું..અને એક હાથ માં સિગરેટ હતી...પ્રાચી નાં માનવામાં ન આવ્યું કે આ એ જ સુનીલ છે કે જેને એ રોજ મળતી હતી...પ્રાચી રડવા લાગી...પપ્પા એ એને ચુપ કરાવી...અને સુનીલ ને કહ્યુ "તે આટલો વખત મારી દીકરી ને બધું ખોટું બોલીને ભરમાવી...પણ હવે યાદ રાખજે જો એની જિંદગી માં પાછો આવ્યો છે તો હુ કાંઇ પણ કરતા નહી અચકાઉ॥આ એક દીકરી નો બાપ બોલે છે એ યાદ રાખજે..."રડતી દીકરી ને લઈને પપ્પા ઘરે આવવા નીકળ્યાં પણ એમનાં ચહેરા પર એક સંતોષકારક મુસ્કરાહટ હતી કે પ્રાચી હમણાં ભલે રડે પણ આખી જિંદગી નાં રડવામાં થી બચી ગઈ.....


નીતા કોટેચા

No comments:

Post a Comment