Sunday, June 7, 2009

મારા બ્લોગનાં પહેલા જન્મદિવસે મારા મન ની વાત...

આ લેખ માં જોડણી ની ભુલો બહુ હશે ...કારણકે લેખ બહુ મોટો છે..અને આટલા મોટા લેખ માટે હુ કોઇને પણ હેરાન ન કરી શકુ..તો મારા બ્લોગ ને plsss। ભુલો સાથે અપનાવી લેજો..
વિશાલ મોનપરાનું ઓનલાઇન પ્રમુખ ટાઇપપેડ સાથે ઇન્ટીગ્રેટેડ અક્ષર સ્પેલચેક આવી ગયું છે...મને સોનલ બેન એ કહ્યુ હતુ।એટલે મને ખબર છે પણ હમણા બહુ દિવસ થી એ મારા કમપ્યુટર માં નથી ચાલતુ,એટલે ચેક નથી થાતુ...માફ કરશો મિત્રો......
જ્યારે કોઇનો પણ mail આવે કે અમારા બ્લોગ ને ૧ વર્ષ પુરુ થયું..ત્યારે મને એમ થાય કે આપણા બ્લોગ ને વર્ષ પુરુ થાય એમાં બધાને શું કહેવાનુ હોય..પણ જ્યારે મારા બ્લોગ ને આજે એક વર્ષ પુરુ થયુ ત્યારે મને ખબર પડે છે કે શું લાગણીઓ થાય છે મનમા...એમ લાગે છે કે મારા પોતાના બાળક નો પહેલો જન્મદિવસ હોય એટલી ખુશી થાય છેં.. ....લગભગ આઠમા ધોરણ માં ભણતી ત્યારે લખવાનુ શુરુ કર્યુ હતુ.નાની શાયરી ઓ કે જે હિન્દી મા અને ગુજરાતી મા લખતી...પણ હુ, મારુ પુસ્તક અને મારુ પોતાનુ ખાનું ,અને એ ખાનુ પણ કેવુ ખબર? હરતુ ફરતુ..હા અલગ ખાનુ તો નહોતુ મલતુ અમને બધા ભાઈ બહેનો ને..પણ મે એની માટે એક રસ્તો ગોત્યો હતો અને એ હતી એક નાની બેગ...જેને હુ લોક કરીને ચાવી મારા ગળા નાં દોરા માં લગાડી ને ફરતી..વધારે મા વધારે મમ્મી વાંચતી...અને ખુબ વખાણ કરતી...એટલે વધારે પ્રોત્સાહન મલતુ..પછી લગ્ન થયાં એટલે વરજી ને સંભળાવાનુ ચાલુ કર્યુ..બહુ વાર વાંચીને મસ્તી કરે કે નીતા મારી સાથે લગ્ન થયા એના કરતા કોઇ તારા જેવુ ,લખવા વાળા સાથે થયા હોત તો બહુ મોકા મલત તને....એટલે હુ જવાબ આપુ કે આ તો તમે નથી લખતા એટલે મારુ લખેલુ વાંચો છો..નહી તો મારી હાલત અભીમાન પિક્ચર ની જયા બચ્ચન જેવી થાત...અથવા તમે પણ બધા ની જેમ ખાલી મારી જોડણી ની ભુલો જ શોધત..અને હસીને વાત પુરી કરીયે...હવે એમને કેમ સમજાવુ, કે એમને નથી આવડતુ એટલે તો મારા લખાણ ને વખાણે છે...નહી તો ....મારી બન્ને દીકરી ઓ પણ એટલા જ પ્રેમ થી મારી બધી રચના ઓ વાંચે અને ખુબ રાજી થાય કે મમ્મી તને કેવી રીતે આવુ બધુ આવળે છે..ખુબ પ્રોત્સાહન મળે એમનાં મોઢે થી આમ સાંભળીને...અહિયા મને સોનલબેન વૈધ(s.v), નીલમ દીદી,નીલા દીદી, પ્રવીણા બેન(સખી), ચેતના બેન , પ્રીતી ,દિગીશા,પ્રજ્ઞાજુબેન વ્યાસ ,સુરેશ દાદાજી,રાજેન્દ્ર અંકલ....
જેમના પણ નામ ભુલાઈ જાય plsss ખરાબ ન લાગાડતા...કારણકે કોઈને દુઃખ હુ સપના માં પણ ન પહોચાડુ..તો હકીકત માં તો બહુ દુર ની વાત છેં...
જેમ જેમ નામ યાદ આવતા જશે add કરતી જઈશ...
ચંદ્રવદન ભાઈ.,વીજય ભાઈઅને online નાં બહુ બધા મિત્રો મલ્યા કે જેમણે મને બહુ પ્રેમ આપ્યો...બધાનાં પ્રેમ માટે આભાર નહી માનું..પણ એટલુ જરુર હક્ક થી કહીશ કે આવો જ પ્રેમ અપતા રહેજો.. અને હા સૌથી વધારે હુ મંથન ભાવસાર નો ઉપકાર માનીશ કે મારા બધા બ્લોગ્સ સરખી રીતે શુરુ કરવા પાછળ એનો સૌથી વધારે ફાળો છે..જો એ મદદ ન કરત તો કદાચ હુ આટલો સુંદર રીતે બ્લોગ ચાલુ જ ન કરી શકત...આપનાં આશીર્વાદ ચાહુ છું કે બસ આ જ ક્ષેત્ર માંહુ ખુબ જ આગળ વધી શકુ...


નીતા કોટેચા

No comments:

Post a Comment